શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ મિશન વિદ્યા અંતર્ગત શ્રી કમલેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી તથા દરેક વર્ગની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
Tuesday, 31 July 2018
Saturday, 28 July 2018
💉ઓરી-રુબેલા રસીકરણ કાર્યક્રમ💊 - 🚩શ્રી નાણોટા પ્રા. શાળા
શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ હેલ્થ વિભાગ દ્વારા ઓરી-રુબેલા રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડેપ્યુટી સરપંચ શ્રી પ્રહલાદભાઇ ચૌધરીનાં હસ્તે રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. બાળકો માટે નાસ્તો આપીને હેલ્થ વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા પુરતા સહકાર સાથે બાળકોને આનંદમાં રાખવા માટે વાજિંત્રો સાથે ગીત સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખુબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.....
Sunday, 8 July 2018
📚 ચોપડા વિતરણ 📚 શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં ગામનાં સેવાભાવી યુવાન 'જોષી કીર્તિભાઈ વાઘાભાઇ' દ્વારા ધોરણ_1 થી 8 ની ( આમતો ગામની 1 થી 12 ભણતી ) તમામ બાળાઓને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું...... શાળા પરિવાર તરફથી આભાર..... ખુબ ખુબ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ સહ......  
શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં ગામનાં સેવાભાવી યુવાન 'જોષી કીર્તિભાઈ વાઘાભાઇ' દ્વારા ધોરણ_1 થી 8 ની ( આમતો ગામની 1 થી 12 ભણતી ) તમામ બાળાઓને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું...... શાળા પરિવાર તરફથી આભાર..... ખુબ ખુબ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ સહ......
Subscribe to:
Posts (Atom)