શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Sunday 29 April 2018

*ઓળખો વરવી વાસ્તવિકતાને......* હજૂ તો બાળકો પોતાના જૂના અભ્યાસના પુસ્તકોને કબાટમાંથી બહાર પણ નથી કાઢી શક્યા ત્યાં નવા ધોરણ, નવા અભ્યાસક્રમ અને નવી શાળામાં દાખલ કરવાનાં ડાકલા વાલીઓ વગાડવા માંડ્યા છે અને કહેવા માંડ્યા છે કે સરકારી શાળામાંથી તને ખાનગી શાળામાં મૂકવાનું છે ! ખાનગી શાળામાં પ્રવેશ લેવાનો આ ગાડરિયો પ્રવાહ ધીમેધીમે છેક અંદરના ગામડાઓમાં પહોંચી ગયો છે ! એક વાત નોંધવા જેવી છે , સરકારી શાળામાં શિક્ષક- આચાર્ય પોતાના બાળક બાબતે ફોન કરે , ઘેર રૂબરૂ જાય , શાળામાં વાલી મીટીંગ બોલાવે તો ક્યારેય ન આવતો વાલી પોતાના ગામથી 40 કિ.મી.દૂર થી આવતી ખાનગી શાળાની બસમાં બેસાડવા બસ સ્ટેશન પર વહેલી સવારના 5-30 વાગ્યે અને બપોરના 3-30 વાગ્યે નિયમિત પહોંચી જાય છે.મને તો એવું દેખાય છે કે અહીં મફત છે એની કિંમત નથી પણ ખિસ્સામાંથી ભાર હળવો થાય એટલે જખ મારીને જાગૃત થવું પડે ! વાલીની આ બાબતે મને કોઇ વાંધો નથી ; મારે વાત કરવી છે આ ગાડરિયો પ્રવાસમાં અન્યની અદેખાઇના કારણે પોતાના બાળકોને જોતરતા વાલીઓને કે તમે શાળા ની તપાસ તો કરો કે એ શાળા કયા હેતુ માટે બની છે ? એના સંચાલક કોણ છે ? શિક્ષણ સાથે એનો સંબંધ કેટલો છે ? શિક્ષકો લાયકાત વાળા છે કે કેમ ? અભ્યાસક્રમમાં શું હાલ છે ? માત્ર ભપકો તો નથી ને ? તમારા બાળકને માટે તમે ખર્ચ કરો છો એનું વળતર તો મળી રહેશે ને ? ખાનગી શાળામાં જતા તમારું બાળક કેટલી સરકારી યોજનાઓનો લાભ ગુમાવે છે ? આ બધુ જો બરાબર હોય અને તમને પરવડે એવું હોય તો ચોક્કસ તમે ખાનગી શાળામાં મૂકો અને છેલ્લે એ વાત પણ બરાબર તપાસી લેજો કે 80 વિદ્યાર્થીઓના વર્ગમાં આ શાળામાં ભણતા 80 બાળકો 90 ટકા ઉપર જ કેમ લાવે છે ? શું આ શાળાઓ બાળકોને બનાવટી ટકા આપીને એની જીંદગી અને તમારી સાથે કોઇ ખેલ તો નથી પાડી રહીને ? બાકી આવો અમારી સરકારી શાળામાં...ચોખ્ખું અરીસા જેવું છે બધું. ખોટું વગોવવાનું બંધ કરીને જો સહકાર આપશો તો ગામનું ઘણું ધન વેડફાતા અટકશે..અને હા એવા વાલીઓ કે જેને પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે કે શાળામાં એનું નામ શું છે એનીય તસ્દી ન લેનાર વાલીઓ એ તો એમના બાળકો બાબતે 100 % જાગૃત થવું જ જોઇએ..સરકારી શાળાની તોલે આવવું એ ખાનગી શાળાઓ માટે અઘરું થઇ પડવાનું છે અને આજે એ બાબતે કેટલીક સારી શાળાઓએ કામ આરંભી દીધું છે; આવી શાળાઓને અભિનંદન સાથે અન્ય શાળાઓએ પણ ખાનગી શાળાઓની આવી વરવી વાસ્તવિકતા સમાજ સામે લાવવા કામ કરવું પડશે...ચાલો મિત્રો આ દિશામાં પહેલ કરીએ; પવન ફરી આપણી દિશામાં લાવીએ.... " *અમારી સરકારી શાળા જ શ્રેષ્ઠ છે , ખાનગીમાં તો માત્ર વેઠ છે"-* નો સંદેશો ચોરેનેચોટે પહોચાડીએ.....