શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Friday, 26 January 2018

શ્રી નાણોટા પ્રાથમિક શાળા, શ્રી ઓગડપુરા પ્રાથમિક શાળા તથા શ્રી વિનય વિધ્યામંદિર નાણોટાનાં સંયુક્ત ઉપક્રમે શ્રી ઓગડપુરા પ્રાથમિક શાળામાં ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.ગામની દિકરીને હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.તમામ શાળાનાં બાળકો દ્વારા સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી. તમામ શાળા પરિવાર, શિક્ષક મિત્રો, બાળકોની મહેનત પર ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈનામોની વર્ષા કરી. તમામ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન... આભાર....

1 comment:

  1. વહાલા શિક્ષકગણ, ૬૯મા પ્રજાસત્તાક દિનની આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. ઘણા વર્ષો પછી હુ શાળાના કાર્યક્રમમા હાજર રહ્યો. જે શિક્ષકોના સાંનિધ્યને મને માણવાની જે તક મળી હતી તેમને આજે પણ એજ ભાવનાથી બાળકોમાં ઉત્સાહ પ્રેરતા જોઈને ઘણો આનંદ થયો.વધું કહું તો તમે જે રીતે નવા નવા અભિગમો દ્રારા બાળકોની વિશિષ્ટ શૈલી વિકસાવી રહયા છો અને તેમણે વિચારશક્તિની જે ભેટ આપી તેં ને માટે તમને પણ સલામ.હવે વધું નાં કહેતાં એટલુંજ કૈ,A good teacher is like a candle, It consumes itself to light the way for others.
    Thank you.

    ReplyDelete