શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Wednesday, 5 September 2018

🚩શ્રી નાણોટા પ્રા. શાળા 📚શિક્ષક દિનની ઉજવણી

આજ રોજ શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ 5મી સપ્ટેમ્બર નાં 'શિક્ષક દિન' ની ઉજવણી કરવામાં આવી. શાળાનું તમામ સંચાલન વિધ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. કુલ 44 બાળકોએ 1 દિવસ માટે શિક્ષક બની,સુંદર રીતે અધ્યાપન કાર્ય કર્યું. શુભ દિન નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.શાળાનાં શિક્ષક સ્ટાફ પરિવાર તરફથી ભાગ લેનાર વિદ્યાર્થીઓએ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. છેલ્લે ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા. આચાર્ય શ્રી દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યા.

No comments:

Post a Comment