આદરણીય વાલી ગણ આગામી તારીખ 11-06-2018 ને સોમવારથી આપણી શાળામાં ઉનાળુ વેકેશન પુરુ થઇ રહ્યુ છે ત્યારે આપણો નાણોટા શાળા પરિવાર આપણાં બાળકને આવકારી રહ્યો છે.સાથેસાથે....
👉🏻 આપનું બાળક શાળામાં પ્રથમ દિવસથી જ નિયમિત બને તેનો ખ્યાલ રાખશો.
👉🏻 વેકેશન દરમિયાન આપેલ ગૃહકાર્ય કરીને આવે એનું ધ્યાન દોરો.
👉🏻 બાળકનો ગણવેશ વ્યવસ્થિત હોય તેની તપાસ કરી જો ફાટી ગયો હોય તો નવો લઇ આપશો.
👉🏻 બાળકને પાઠ્યપુસ્તક શાળામાંથી જ આપવાના હોવાથી બિન જરૂરી ખર્ચ ન કરશો.
👉🏻 નોટબુક ખરીદી માટે ઉતાવળ ન કરતા વર્ગશિક્ષકની સૂચના આપે ત્યાં સુધી રાહ જોશો@ ધોરણ 2 થી 8 મા પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીએ વહેલી તકે શાળામાં રુબરુ સંપર્ક કરવો.આવા બાળકોનુ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર( UID સાથે ) , આધારકાર્ડ , બેંક પાસબુક , રેશનકાર્ડ અને આગલા વર્ષની માર્કશીટ સાથે લાવવી.
👉🏻 આપણી શાળામાં ધોરણ 1 મા પ્રવેશ માટે 14 અથવા 15 તારીખે પ્રવેશ ઉત્સવનું આયોજન થનાર છે.તેમાં એકપણ બાળક બાકી ન રહે તે માટે ધ્યાન દોરો
⚡ જો આપના ઘરમાં , કુટુંબમાં, શેરીમાં, ખેતરમાં, આપની આજુબાજુના વિસ્તારમાં કોઇપણ બાળક પ્રવેશ માટે લાયક હોય તો શાળાનું ધ્યાન દોરો
⚡ શાળામાં પ્રવેશ મેળવવા આવતી વખતે 1.જન્મતારીખનો દાખલો2.બાળકનું આધારકાર્ડ3.વાલીનુ આધારકાર્ડ4.રેશનકાર્ડ 5 .બાળકના પાસપોર્ટ સાઇઝ ફોટા6.વાલીના પાસપોર્ટ સાઇઝ ફોટા લેતા આવવુ7.જો બાળકના નામે કોઇપણ બેંક અથવા પોસ્ટ ઓફીસમાં બચત ખાતું હોય તો પાસબુક લેતા આવવી.
👉🏻 ચાલો આપણે સૌ સાથે મળી નવા શૈક્ષણિક વર્ષને સૂપેરે વધાવી એ.સહકારની અપેક્ષા સાથે
(શ્રી પી. આઇ. પરમાર )
મુખ્ય શિક્ષક
શ્રી નાણોટા પ્રાથમિક શાળા
તા. કાંકરેજ જિ.બનાસકાંઠા
No comments:
Post a Comment